બચત ખાતું - હવે ડિજિટલ રીતે ખોલો*

બચત ખાતું - હવે ડિજિટલ રીતે ખોલો*

જ્યારે કોઈ વ્યક્તિ બેંકમાં ખાતું ખોલાવવાનું વિચાર કરે, ત્યારે તેની સૌથી પહેલી પસંદ હોય છે બચત ખાતું. એક બચત ખાતાનો હેતુ કોઈ પણ વ્યક્તિને તેના આવકના અમુક ભાગની બચત કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. તમે એચડીએફસી બેંક સાથે એકાઉન્ટ ખોલવા માટે ઓનલાઇન અરજી કરી શકો છો અને અલગ-અલગ પ્રકારના એકાઉન્ટ સાથે મળતી વિવિધ સુવિધાઓ અને વિશિષ્ટ ડીલની વિશાળ શ્રેણીમાંથી લાભ મેળવો. ઓનલાઈન બચત ખાતું ખોલવા માટેની પ્રક્રિયા સાદી અને સરળ છે, અને માત્ર અમુક પગલાં ભરીને બચત ખાતું ખોલાવી શકાય છે.


હવે, બેંકિંગ સહિતના મોટાભાગના ક્ષેત્રોમાં ડિજિટલાઈઝેશન વધી ગયું હોવાથી, એક ખાતાધારક અમારી એચડીએફસી બૅંકની શાખાઓના વિસ્તૃત નેટવર્ક અને ATM ની સુવિધાની સાથે-સાથે નેટબેંકિંગ અથવા મોબાઈલ એપ્લિકેશનની સુવિધાનો ઉપયોગ કરીને પોતાના બચત ખાતાને 24X7 એક્સેસ કરી શકે છે. તમે ડેબિટ કાર્ડ પર અમારી લાઈફસ્ટાઈલ અને હેલ્થકેર સહિતની બીજી અનેક ખાસ ઓફરોનો લાભ મેળવી શકો છો. એચડીએફસી બેંકના બચત ખાતાના કેટલાક પ્રકારો ATM માંથી અમર્યાદિત રોકડ ઉપાડ અને ઝીરો-બેલેન્સ જાળવણી જેવી સુવિધાઓ પણ પ્રદાન કરે છે, જે બચત ખાતાના ફાયદાને વધારે છે.

તો પછી શા માટે રાહ જુઓ છો? એચડીએફસી બેંક સાથે એક બચત ખાતું ખોલાવવા માટેની અરજી કરવાનો શ્રેષ્ઠ સમય છે. તમારી બચતની યાત્રા હમણાં શરૂ કરો.

*રેગ્યુલર સેવિંગ્સ, વિમેન્સ, સેવિંગ્સમેક્સ, સિનિયર સિટીઝન અને ડીજીસેવ યુથ એકાઉન્ટને ડિજિટલ રીતે ખોલી શકાય છે.

હવે તમે તમારી પસંદગીનું બચત ખાતું તરત જ ખોલી શકો છો!

  • મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, યુવાનો અને પ્રીમિયમ ગ્રાહકો માટે ખાસ એકાઉન્ટ
  • વિડીયો KYC સાથે ઝડપી, ડિજિટલ અને પેપરવર્ક કર્યા વિના ખાતું ખોલો
  • તમારા ડેબિટ/એટીએમ કાર્ડ, સ્માર્ટબાય અને PayZapp સાથે માસિક બચત

બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ (BSBDA) સ્મોલ એકાઉન્ટ

  • શૂન્ય-ડિપોઝિટ, શૂન્ય બેલેન્સ એકાઉન્ટનો આનંદ માણો
  • તમારા ખાતાની ઍક્સેસ મેળવવા માટે એક મફત રૂપે કાર્ડ મેળવો
  • દર મહિને એટીએમ પર 4 મફત વિથડ્રોઅલ મેળવો

બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ

  • શૂન્ય બેલેન્સ બચત ખાતાનો આનંદ માણો
  • તમારા એકાઉન્ટની ઍક્સેસ મેળવવા માટે નિઃશુલ્ક રૂપે કાર્ડ મેળવો
  • બેંકની શાખા પર દર મહિને 4 મફત કેશ વિથડ્રોઅલ મેળવો

ડિજીસેવ યુથ એકાઉન્ટ

  • તમારી બધી જ જરૂરિયાતો માટે ડિજિટલ પ્લેટફોર્મ્સ
  • પહેલાં વર્ષે મફત મિલ્લેનીયા ડેબિટ કાર્ડ
  • બધી શ્રેણીઓ પર સમગ્ર વર્ષ દરમિયાન ઓફર્સ

સેવિંગ ફાર્મર્સ એકાઉન્ટ

  • તમારા ખાતાની ઍક્સેસ મેળવવા માટે એક મફત એટીએમ કાર્ડ મેળવો
  • એચડીએફસી બેંકના એટીએમ પર 5 મફત ટ્રાન્ઝેક્શનનો આનંદ માણો
  • બિલપે સુવિધા સાથે સરળ ચુકવણીનો વિકલ્પ મેળવો

ગવર્મેન્ટ સ્કીમ બેનિફિશિયરી સેવિંગ્ઝ એકાઉન્ટ

  • તમારી બૅંકિંગની જરૂરિયાતોને સાનુકૂળ એક પ્રિમિયમ ડેબિટ કાર્ડ પસંદ કરો
  • દર મહિને રૂ.10 લાખ સુધીના રોકડ ટ્રાન્ઝેક્શનની ઉચ્ચ મર્યાદાનો આનંદ માણો
  • મફત બિલપે સુવિધાની સાથે સરળ ચુકવણીનો વિકલ્પ મેળવો

ઈન્સ્ટિટ્યૂશનલ સેવિંગ્સ એકાઉન્ટ

  • કેશ મેનેજમેન્ટ સર્વિસિઝ દ્વારા દાન અને ફીનું સંચાલન કરો
  • એકાઉન્ટને એચડીએફસી બૅંક પેમેન્ટ ગેટવે સાથે લિંક કરીને નાણાં સરળતાથી એકત્ર કરો
  • ઓનલાઇન જઈને કર્મચારીઓ, વિક્રેતાઓ, વગેરેને થતી ચુકવણીને સરળ બનાવો

રેગ્યુલર સેવિંગ્સ એકાઉન્ટ

  • વિનામૂલ્યે તમારા માટે બનાવેલી ચેકબુક મેળવો
  • મિલ્લેનીઆ ડેબિટ કાર્ડ અથવા રૂપે પ્રિમિયમ ડેબિટ કાર્ડમાંથી પસંદગી કરો, તમારી જરૂરિયાત પ્રમાણે એક ઈન્ટરનેશનલ ડેબિટ કાર્ડ પસંદ કરો
  • બિલપે સેવાની સાથે તમારા બિલને સુરક્ષિત અને અનુકૂળ રીતે ચૂકવો

સ્પેશિયલ ગોલ્ડ અને સ્પેશિયલ પ્લેટિનમ

  • જીવનશૈલીને લગતાં પ્રિમિયમ લાભ માણો
  • વધુ સારું હેલ્થકેર અને વીમા કવરનો લાભ મેળવો
  • લોકર્સ, ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ પર અગ્રતા આપતી કિંમતોનો લાભ મેળવો
  • વધારવામાં આવેલી ટ્રાન્ઝેક્શનની મર્યાદા

સ્પેશિયલ ગોલ્ડ અને સ્પેશિયલ પ્લેટિનમ

  • જીવનશૈલીને લગતાં પ્રિમિયમ લાભ માણો
  • વધુ સારું હેલ્થકેર અને વીમા કવરનો લાભ મેળવો
  • લોકર્સ, ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ પર અગ્રતા આપતી કિંમતોનો લાભ મેળવો
  • વધારવામાં આવેલી ટ્રાન્ઝેક્શનની મર્યાદા

કિડ્ઝ એડ્વાન્ટેજ એકાઉન્ટ

  • વાલીની સંમતિ સાથે બાળકો માટે ઈન્ટરનેશનલ ડેબિટ કાર્ડ મેળવો
  • મફત શિક્ષણ વીમાનું ₹1 લાખનું કવર મેળવો
  • દર મહિને ₹1,000 સાથે એક ભવિષ્યમાં કામ લાગે તેવું ભંડોળ ઉભું કરો

સેવિંગ્સમેક્સ એકાઉન્ટ

  • ઓટોમેટિક સ્વીપ-ઈન સુવિધાની સાથે ખાતામાં પડી રહેલા નાણા પર ઉચ્ચતર વ્યાજ મેળવો
  • જીવનભર ચાલતું પ્લેટિનમ ડેબિટ કાર્ડ
  • અકસ્માત થયા બાદ હોસ્પિટલમાં દાખલ થવા સામે ₹ 1 લાખનું કવર મેળવો
  • એટીએમ પર અમર્યાદિત સંખ્યામાં નિઃશુલ્ક ઉપાડ કરવાની સુવિધા મેળવો

સિનિયર સિટીઝન્સ એકાઉન્ટ

  • અકસ્માતને કારણે હોસ્પિટલમાં દાખલ થવા સામે વાર્ષિક ₹ 50,000નું વળતર મેળવો
  • 15 દિવસ હોસ્પિટલમાં દાખલ થતી વખતે દિવસ દીઠ ₹ 500ના ભથ્થાનો દાવો કરો
  • ફિક્સ ડિપોઝિટ (FDs) પર આકર્ષક દરોનો આનંદ માણો

મહિલાઓનું બચત ખાતું

  • તમારી ખર્ચા કરવાની જરૂરીયાત માટે EasyShop વિમેન્સ ડેબિટ કાર્ડ મેળવો
  • દર ₹200ના ખર્ચ પર ₹1 સુધીનું કેશબેક મેળવો
  • ટૂ-વ્હીલરની લોન પર 2% ઓછું વ્યાજ માણો
FAQs

FAQs

1. બચત ખાતું એટલે શું?

બચત ખાતુંને જેઓ તેમની કમાણીનો અમુક ભાગ બચાવવાની ઇચ્છા ધરાવતા હોય તેવા ઘણા લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે. એક એવા પ્રકારનું ખાતું છે જ્યાં તમે તમારા નાણાંને જમા કરીને, તેના પર વ્યાજની કમાણી કરી શકો છો, અને કોઈ પણ સમયે નાણાં ઉપાડી પણ શકો છો. તે લિકવિડ ફંડ (ગમે ત્યારે ઉપાડી શકાય તેવા નાણાં)ની સુવિધા પૂરી પાડે છે.


2. એક વ્યક્તિ કઈ રીતે એક બચત ખાતું ખોલી શકે છે?

ઓનલાઈન બચત ખાતું ખોલાવવાની પ્રક્રિયા સાદી અને સાવ સરળ છે. તમારા ઘર પર આરામ કરતાં કરતાં અહીં ક્લિક કરીને તમારું ઓનલાઈન બેંક એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા શરૂ કરો. બેંકની શાખા પર રૂબરૂ મુલાકાત ટાળવા માટે, તમે વિડીયો KYC (નો યોર કસ્ટમર)ની પસંદગી કરી શકો છો.


3. બચત ખાતાના વિવિધ પ્રકારો કયા છે?

એચડીએફસી બેંકમાં એક વ્યક્તિ પસંદ કરી શકે તેવા વિવિધ પ્રકારના બચત ખાતા ઉપલબ્ધ છે જેમ કે - સેવિંગ્ઝ મેક્સ એકાઉન્ટ, રેગ્યુલર સેવિંગ્ઝ એકાઉન્ટ, ડિજિસેવા યુથ એકાઉન્ટ, વિમેન્સ સેવિંગ્ઝ એકાઉન્ટ, સિનિયર સિટિઝન્સ સેવિંગ્ઝ એકાઉન્ટ, વગેરે વગેરે. ગ્રાહકોના વિવિધ પ્રકારના જૂથને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારના બચત ખાતાની રચના કરવામાં આવી છે.

4. બચત ખાતામાં ઓછામાં ઓછી કેટલી રકમ રાખવી જરૂરી છે?

જરૂરી મિનિમમ રકમ અથવા એવરેજ મન્થલી બેલેન્સ (AMB) અંગેની જરૂરિયાત ગ્રાહક દ્વારા પસંદ કરવામાં આવેલા એકાઉન્ટ તેમજ એકાઉન્ટ હોલ્ડરના સ્થળ પર પણ આધાર રાખે છે. ઉદાહરણ તરીકે, એચડીએફસી બેંક રેગ્યુલર સેવિંગ્ઝ એકાઉન્ટ ખોલાવવા માટે મેટ્રો/અર્બન શાખાઓ માટે શરૂઆતમાં ઓછામાં ઓછા રૂ.7500ની ડિપોઝિટ, સેમી અર્બન શાખાઓ માટે રૂ.5000, ગ્રામ્ય શાખાઓ માટે રૂ.2500ની ડિપોઝિટ ભરવી જરૂરી છે.

5. એક બચત ખાતા પર મળતાં વ્યાજનો દર શું છે?

સામાન્ય રીતે, ભારતમાં રહેલી વિવિધ બેંક બચત ખાતા પર 3.5% થી 7% સુધીનો વ્યાજદર ઓફર કરે છે. એચડીએફસી બેંકના બચત ખાતા પર ઓફર કરવામાં આવતા વ્યાજના દરનો ખ્યાલ મેળવવા માટે નીચે આપેલા કોષ્ટક પર એક નજર ફેરવો.

સેવિંગ્સ બેંક બેલેન્સ

  • રૂ.50 લાખ અને તેનાથી વધારે
  • રૂ.50 લાખથી ઓછા




11 જૂન, 2020થી અમલમાં આવેલ સુધારેલ દર

  • 3.50%
  • 3.00%




નોંધ: બચત ખાતા પર વ્યાજને દરરોજ જાળવી રાખવામાં આવેલ બેલેન્સના આધારે ગણવામાં આવે છે.

બચત ખાતાનું વ્યાજ ત્રિમાસિક અંતરાલ પર ચૂકવવામાં આવશે


6. એક વ્યક્તિ બચત ખાતામાંથી કઈ રીતે નાણા ટ્રાન્સફર કરી શકે છે?

તમારા બચત ખાતામાંથી નાણા ટ્રાન્સ્ફર કરવા માટે બે-ત્રણરીત ઉપલબ્ધ છે. પહેલી રીત: તમારા બચત ખાતામાંથી બીજા વ્યક્તિના ખાતામાં તુરંત નાણાં ટ્રાન્સફર કરવા માટે તમે બેંકિંગ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો. તેના પછી ડિજિટલ રીતે વધુ ઝડપથી અને સરળતાથી નાણા ટ્રાન્સફર કરવા માટે નેટબેંકિંગનો વિકલ્પ ઉપલબ્ધ છે. તમારી પાસે બેંકની એક શાખાની વ્યક્તિગત રીતે મુલાકાત લઈને તમારા બેંક એકાઉન્ટમાંથી નાણાં ટ્રાન્સફર કરવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે.

7. એક વ્યક્તિ કઈ રીતે શ્રેષ્ઠ બચત ખાતાને પસંદ કરી શકે છે?

તમારી જરૂરીયાતો માટે સાનુકૂળ બની રહે તેવા બચત ખાતાની પસંદગી કરવી ખુબ મહત્વનું છે. એચડીએફસી બેંકમાં, તમે અમારા ગ્રાહકો માટે ઉપલબ્ધ વિવિધ બચત ખાતાની સરખામણી કરી શકો છો અને તમારી જરૂરિયાતોની સાથે જેનો શ્રેષ્ઠ રીતે સુમેળ થતો હોય તેવા એક એકાઉન્ટને પસંદ કરી શકો છો. ધ્યાનમાં લેવા જેવી બાબતોમાં ઓફર કરવામાં આવતા વ્યાજના દર, માસિક જરૂરી મિનિમમ બેલેન્સ અને રોકડ નાણાં ઉપાડવા માટે જરૂરી વિવિધ જરૂરિયાતોનો સમાવેશ થાય છે.

8. ઓનલાઈન બચત ખાતું ખોલવા માટે કયા દસ્તાવેજો આપવા જરૂરી છે?

એક વ્યક્તિ જ્યારે એક એચડીએફસીનું બચત ખાતું ખોલાવતી હોય ત્યારે તેમણે નીચે દર્શાવેલા દસ્તાવેજોને સાથે રાખવા જોઈએ:

  • ઓળખની સાબિતી (ડ્રાઈવિંગ લાયસન્સ,પાસપોર્ટ વગેરે)
  • સરનામાંની સાબિતી (ડ્રાઈવિંગ લાયસન્સ, પાસપોર્ટ વગેરે)
  • પાન કાર્ડ
  • ફોર્મ 16, જે અરજદારને તેના નોકરીદાતા દ્વારા આપવામાં આવતું એક પ્રમાણપત્ર છે, જે હકીકતને રજુ કરે છે કે તમારા પગારમાંથી TDS કાપવામાં આવેલ છે. જો અરજદાર પાસે એક પાન કાર્ડ ના હોય તો આની જરૂર રહે છે.
  • બે તાજેતરના પાસપોર્ટ-સાઈઝના ફોટા




અહીં સ્વીકૃત ઓળખ/સરનામાંની સાબિતી માટેના દસ્તાવેજોની એક યાદી આપવામાં આવી છે.

  • માન્ય પાસપોર્ટ
  • ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલું ચૂંટણી કાર્ડ
  • માન્ય કાયમી ડ્રાઈવિંગ લાયસન્સ
  • આધાર કાર્ડ
  • રાજ્ય સરકારના એક અધિકારી દ્વારા યોગ્ય રીતે સહી કરવામાં આવેલી હોય તેવું NREGA દ્વારા આપવામાં આવેલું જોબ કાર્ડ
  • નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર દ્વારા આપવામાં આવેલ નામ અને સરનામાની વિગતો ધરાવતો પત્ર




આધાર, પાન કાર્ડ અને ચાલુ હોય તેવા મોબાઈલ નંબરની સાથે સરળતાથી ઓનલાઇન એકાઉન્ટ ખોલી શકાય છે.